रविवार, 16 दिसंबर 2018

ગુજરાતી કહેવતો અને તેની સમજ



              મિત્રો આજે એક નવા જ વિષય પર આપણે ચર્ચા કરીશું
અને તે છે ગુજરાતી કહેવતો આ કહેવતોનું થોડો થોડો સારાંશ પણ સમજાવીશું અને તેની સાથે જ્ઞાન પણ મળશે.

૧. અભિમાન તો રાજા રાવણનું ય નથી રહ્યું.

      આ કહેવતનો અર્થ એવો છે કે રાવણ ગમે તેટલો જ્ઞાની હોવા છતાં તેને પોતાનાં પર ખૂબ જ અભિમાન હતું અને તેને વરદાન મળ્યું હતું તો તેને કોઇ હરાવી નહીં શકે તેમ છતાં ભગવાને ખુદ જન્મ લઈને તેનો નાશ કર્યો હતો આ કહેવતનો અર્થ એ છે કે ખોટુ અભિમાન કરવું નહીં.

૨.  અક્કર્મીનો પડિયો કાણો.

     આ કહેવતનો અર્થ એવો છે કે જે ના નસીબ વાંકા હોય તેને હાથમાં ગમે તે કામ આવે તેને સાધન પણ એવાં જ મળે કે જેનાથી તેનો કોઈ કામ થઈ શકે નહીં. અને કઈ સારું કરવા જાય તો પણ ખરાબ થાય.

૩. અધૂરો ઘડો છલકાય ઘણો.

     આ કહેવતમાં એવું કહેવામાં આવે છે કે કે જે જ્ઞાની હોય છે તે હમેશા વિનમ્ર હોય છે પરંતુ અજ્ઞાની બધી જ વાતમાં હું જાણું જાણું કરતો હોય છે.

૪. અપના હાથ જગન્નાથ.

     પોતાનું કામ જાતે જ કરવું જોઈએ બીજાની આશા રાખવા વાળા દુખી થાય છે આ કહેવતનો અર્થ એવો થાય છે.

૫. અંતે ધર્મો જય પાપો ક્ષય.

    સત્યમેવ જયતે આપણ એક  કહેવત જ છે એનો અર્થ થાય છે કે હંમેશાં ધર્મનો જય થાય છે અને પાપનો ક્ષય થાય છે એટલે કે પાપ નો અંત આવે છે.

૬. અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો.

    કોઈ ના કામ નો બદલો કોઈને મળે છે. અન્નદાન કરવા વાળો કાંઈ કે જાતે રાંધવા બેસતો નથી. રાંધવાનું કામ કોઈ બીજું જ કરે છે.તેવી જ રીતે કંપની ઓ માં કામ વર્કર કરે છે. પણ તેનો જસ તો મેનેજર જ લઈ જાય છે.

૭. અન્ન તેવો ઓડકાર.

     જેવું અનાજ ખાધું હોય તે ઓડકાર આવે છે મતલબ કે જેવું કામ કર્યો તેવું પરિણામ મળે છે વધારે મહેનત કરવાથી વધારે સારું પરિણામ મળે છે.

૮. અતિની કોઈ ગતિ નહીં.

    કોઈપણ વાતમાં અતિશયોક્તિ બહુ સારી નહીં જેમ અતિ સર્વત્ર વર્જયેત એવું કહેવામાં આવે છે એનો મતલબ એવો થાય છે.

૯. અક્કલ ઉધાર ન મળે.

    જેમ સોળે સાન વીશે વાન કહેવામાં આવે છે તેમ અક્કલ કઈ ઉછીની માગવાથી મળતી નથી. કે તે બજારમાં મળતી ચીજ નથી. બુદ્ધિ તો કુદરતની દેન છે

૧૦. અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર.

      જેમ અક્કલ વગરની વ્યક્તિ ને કોઈ કામ સોંપવામાં આવે અને તે બીજું જ કંઈક કામ કરી આવે તેના પર આ કહેવત લાગુ પડે છે


5 टिप्‍पणियां:

ગુજરાતી કહેવતો અને તેની સમજ

              મિત્રો આજે એક નવા જ વિષય પર આપણે ચર્ચા કરીશું અને તે છે ગુજરાતી કહેવતો આ કહેવતોનું થોડો થોડો સારાંશ પણ સમજાવીશું અને તેન...